Sunday, September 26, 2010

જીવન માટે દુખ પણ જરૂરી છે..

દુખને આવતા જોઇને વિચલિત થવુ એ માણસનો સ્વભાવ છે. બધા જીવનમા માત્ર સુખ જ સુખ ઈચ્છે છે. કોઇ પણ દુખની કલ્પના કરવા નથી માંગતા. પણ સાચુ એ છે કે જેમ ખાવાનો સ્વાદ મીઠુ અને તીખુ એમ બન્નેથી પુરો થાય છે તેવી જ રીતે જીવનની મજા સુખ અને દુખ બન્નેની સાથે જ મળે છે.

સુખ અને દુખ જીવનના એક જ સીક્કાની બે બાજુ છે. સિક્કો ઉછળશે તો, પડશે પણ અને ચિત અને પટમા આપણુ સુખ-દુખ પ્રદર્શીત થશે. ચ્ચ્નાનક દુખિયા સબ સંસારજ્જ આનો અર્થ થાય એ નથી કે નાનક કાઆઆઅહી રહ્યા છે કે પુરો સંસાર દુખી છે. જો કે નાનક કહી રહ્યા છે કે દુખ સાંસારિક જીવનનુ અનિવાર્ય બાજુ છે. આ ઘણી જીણી વાત છે. બધા દુખી છે આવુ કહી નથી શક્તા પણ દુખ આવશે જ નહી આ પણ કહી ન શકાય. મહાપુરૂષોએ આના પણ રસ્તા બતાવ્યા છે કે દુખથી મુક્ત કઈ રીતે કરી શકાય છે. મહાવીરે કહ્યુ છે કે ભાવ વિરક્તિ દુખ મુક્તિનો સરળ ઉપાય છે. એક સુત્રમા મહાવીર સ્વામી એ કહ્યુ છે કે ભાવ વિરક્ત માણસ સંસારમા રહીને પણ અનેક દુખોમા લિપ્ત નથી થતો. ભાવ વિરક્તનો સીધો અર્થ છે દરક સ્થિતિમા મસ્તી. આપણી જ સંબંધિત જે થઈ રહ્યુ છે તેને આપણે જ જોવા લાગીએ. આ સાક્ષી ભાવમા શરૂઆત થાય છે ભાવ વિરક્તિની. આનો સીધો અર્થ થાય છે કામ બધા કરવા, કાંઈ પણ છુટવુ ના જોઇએ પણ સંતુલન બનાવી રાખજો. આપણે ક્રિયાતો યોગની કરીએ છીએ પણ ઈરાદો ભોગનો હોય છે અને પછી સલવાય જઈએ છીએ. જેની અંદર ભાવ વિરક્તિ આવી જાય છે તે આવુ ક્યારેય નથી વિચારતો કે બધી સ્થિતિ મારા કારણે થાય છે અને મારા કરવાથી જ બધુ થઈ રહ્યુ છે. આસક્ત માણસ એવુ માને છે અને અશાંત થઈ જાય છે. એટલા માટે જે લોકો શાંતિની શોધમા છે તે સાક્ષી ભાવનો અર્થ સમજે અને તેના માધ્યમથી વ્યક્તિત્વમા ભાવ વિરક્તિ ઉતારવી. કેમ કે ભાવ વિરક્તિ સ્થિતિને વિચાર પ્રભાવિત કરે છે એટલા માટે વિચારોનુ નિયંત્રણ કરતા રહેવુ જોઇએ. વિચાર નિયંત્રણ રહેવાની સ્થિતિનુ નામ ધ્યાન છે.

No comments: