Sunday, September 26, 2010

મ્રુત્યુનો અર્થ છે મુક્ત થઈ જવુ..

મ્રુત્યુ એક સચ્ચાઈ... જીવનભરનો ડર... મ્રુત્યુ એક ડરવી દે તેવો શબ્દ... મ્રુત્યુ જીવનનો અંત...! મ્રુત્યુ એક એવુ ડરાવી દે તેવુ રહસ્ય છે જે દરેક જીવિત વ્યક્તિનો પરસેવો છોડાવી દે છે. કોઇ જીવિત પ્રાણીના જીવનનો અંત મ્રુત્યુ છે. કોઇ મરવા નથી માંગતુ. બધા હંમેશા મરવા માંગે છે, બાધાને લાંબુ અને સુખી જીવન જીવવુ છે.

વૈદિક કાળથી જ માનવ અને દૈત્યો દ્વારા મ્રુત્યુને જીતવા માટે કઠીન તપસ્યા કરીને ભગવાન પાસે અમરતા મેળવવાની ચેષ્ટા કરવામા આવી રહી છે. પરંતુ માનવ માટે આવુ આજ સુધી સંભવ બની નથી શક્યુ. જેણે જન્મ લીધો છે તેને મરવાનુ તો છે જ. બસ ફર્ક માત્ર એ જ છે કે કોઇ દીર્ઘાયુ છે તો કોઇ અલ્પાયુ. આ જ કારણે દરેક વ્યક્તિના મનમા મ્રુત્યુને લઈને ઘણી વાર પ્રશ્ન થાય છે.

પ્રાચિન કાળની જેમ જ આજે પણ વિજ્ઞાન મ્રુત્યુને જીતવા માટે ઘણ પ્રયોગ કરી રહ્યા છે. પરંતુ આપનુ આધુનિક વિજ્ઞાન પણ મ્રુત્યુને જીતવાના સંબંધમાં આજ સુધી કોઇ સફળતા મેળવી શક્યુ નથી. અહીંયા માત્રન બે જ સચ્ચાઈ છે જન્મ અને મ્રુત્યુ! જે જન્મેલો છે તેને મ્રુત્યુ પ્રાપ્ત થશે અને જે મ્રુત્યુને પ્રાપ્ત થયો છે તે પુનર્જન્મ જરૂર લેશે. ભગવાને આ જ બે અવસ્થાને પોતાની પાસે રાખી છે અને બાકી બધી સુખ-સુવિધાઓ માનવને પ્રાપ્ત છે.

મ્રુત્યુનો અર્થ છે મુક્ત થઈ જવુ... પરમ શાંતિને મેળવવી... બધા જ મોહ છોડી દેવા... મ્રુત્યુ આપણને ત્યાગ શીખડાવે છે કે મુક્ત થઈ જાવ બધા જ મોહથી, તમે તમારી સાથે કશુ પણ લઈ જવાના નથી...!

ભગવાન શ્રી ક્રુષ્ણએ મ્રુત્યુના સબંધમા જે કાંઈ પણ કહ્યુ છે તે સર્વવિદિત છે કે મ્રુત્યુ માત્ર આપણા શરીરનુ જ થાય છે, આત્માનુ નહી. આત્મા તો અજર, અમર છે. આત્મા ક્યારેય નથી મરતી, તે માત્ર કપડાની જેમ શરીર બદલે છે. મ્રુત્યુ આપણા જીવન રૂપી પરીક્ષાનુ પરિણામ છે. જો આપણે પરિણામ સારૂ ઈચ્છતા હોઇએ તો આપણે કર્મ પણ ધર્મના માર્ગ પર ચાલીને કરતા રહેવુ પડશે. ત્યારે આપણો અંત પણ સુખ આપવા વાળો થશે.

No comments: