સમાધી યુત્કિ-તર્કથી પર અતિચેતનનો અનુભવ છે.આ જ સ્થિતિમાં મન પેલા ગુઢ વિષયોમાં પણ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. જે સાધારણ અવસ્થામાં બુધ્ધિ દ્વારા પ્રાપ્ત થઈ શક્તુ નથી. સમાધિ અને નિંદરમાં આપણને એક જેવી જ અવસ્થા હોય છે.
બન્નેમાં આપણુ બાહ્ય સ્વરૂપ સુપ્ત થઈ જાય છે પરંતુ સ્વામિ વિવેકાનંદ સ્પષ્ટ કરે છે 'જ્યારે કોઇ ભર ઉંઘમાં સુતેલુ હોય,ત્યારે તે જાન અથવા ચેતનની નિમ્ન ભુમિમાં ચાલ્યો જાય છે.નિંદમાંથી ઉઠ્યા પછી પણ તે પહેલા જેવો જ હોય છે. તેમાં કોઇ પરિવર્તન આવતુ નથી.પરંતુ જ્યારે માણસ સમાધિસ્થ થઈ જાય છે ત્યારે સમાધિ પ્રાપ્ત કરતા પહેલા જો તે મહામુર્ખ થઈ રહ્યો હોય,અજ્ઞાની થઈ જાય તો સમાધિથી તે મહાજ્ઞાની થઈને વ્યુત્થિત થાય છે.
Sunday, September 26, 2010
કેવી હોય છે સમાધી?
ગુરુ રૂપી ઊર્જા સર્વ સંકટમાંથી ઉગારે છે..
જેમણે જીવનમાં દુ:ખ જોયું નથી, જે લોકો મુશ્કેલીઓમાંથી પસાર થયા નથી, જેમને દરેક વસ્તુ સરળતાથી મળી ગઈ છે તે જીવનને ઊંડાણપૂર્વક સમજી શકતા નથી. આવા લોકો થોડી મુશ્કેલી પડતાં જ બીજા પર દોષનો ટોપલો ઢોળી દેતા હોય છે અને પોતે નિરાશામાં ઘેરાઈ જાય છે.
આચાર્ય શ્રીરામ શર્માએ જણાવ્યું છે કે, આપત્તિ, વપિત્તિ એક પ્રકારે આપણા પુરુષાર્થનો ઇશ્વરીય પડકાર છે. આ વાત અત્યંત સુંદર છે. વ્યક્તિ તેનો જેટલો સ્વીકાર કરશે તેટલો જ પ્રભુનો પ્રિયપાત્ર બનતો જાય છે. કષ્ટ એક અભ્યાસ છે. મુશ્કેલી એક પ્રકારનો પુરુષાર્થ છે. વપિરીત પરિસ્થિતિઓમાં વિકાસનો માર્ગ છે.
જે તેમાંથી પસાર થાય છે તે પોતાની મનોભૂમિ અને અંતરાત્મામાં વધુ સુદ્રઢ થઈ જાય છે. તેમના માટે દરેક મુશ્કેલી એક નવા સાહસની જન્મદાતા હોય છે. જીવનમાં જ્યારે પણ આવી સ્થિતિ પેદા થાય ત્યારે ગુરુને યાદ કરી લેવા જોઈએ. એ પણ યાદ રાખવા જેવું છે કે જીવનમાં ગુરુનો પ્રવેશ શ્રદ્ધા વગર નથી થતો. શ્રદ્ધા શક્તિનું બીજું નામ છે.
આ દુનિયામાં આપણે માતા-પિતા, ભાઈ-બહેન, સગાં-સંબંધી વગેરે સાથે શરીરથી જોડાયેલા હોઈએ છીએ. ગુરુ સાથે આત્માનો સંબંધ હોય છે અને અહીંથી જ પરમાત્મા મળે છે. જેની પાસે પરમાત્માની સંભાવના હોય તે કોઈ પણ મુશ્કેલીમાં નબળો પડતો નથી.
આથી દુનિયામાં જ્યારે પણ મુશ્કેલીમાં પડો ત્યારે તમારા જ્ઞાન, તમારી શારીરિક શક્તિ, વ્યવહારિક બુદ્ધિનો અવશ્ય ઉપયોગ કરો. આમ કરતા સમયે શ્રદ્ધા જાળવી રાખવી અને ગુરુ સાથે જોડાયેલા રહેવું. ગુરુ સાથેનું આ જોડાણ એક ઊર્જાના સ્વરૂપમાં તમને કોઈ પણ સંકટમાંથી બહાર કાઢશે.
જીવન માટે દુખ પણ જરૂરી છે..
સુખ અને દુખ જીવનના એક જ સીક્કાની બે બાજુ છે. સિક્કો ઉછળશે તો, પડશે પણ અને ચિત અને પટમા આપણુ સુખ-દુખ પ્રદર્શીત થશે. ચ્ચ્નાનક દુખિયા સબ સંસારજ્જ આનો અર્થ થાય એ નથી કે નાનક કાઆઆઅહી રહ્યા છે કે પુરો સંસાર દુખી છે. જો કે નાનક કહી રહ્યા છે કે દુખ સાંસારિક જીવનનુ અનિવાર્ય બાજુ છે. આ ઘણી જીણી વાત છે. બધા દુખી છે આવુ કહી નથી શક્તા પણ દુખ આવશે જ નહી આ પણ કહી ન શકાય. મહાપુરૂષોએ આના પણ રસ્તા બતાવ્યા છે કે દુખથી મુક્ત કઈ રીતે કરી શકાય છે. મહાવીરે કહ્યુ છે કે ભાવ વિરક્તિ દુખ મુક્તિનો સરળ ઉપાય છે. એક સુત્રમા મહાવીર સ્વામી એ કહ્યુ છે કે ભાવ વિરક્ત માણસ સંસારમા રહીને પણ અનેક દુખોમા લિપ્ત નથી થતો. ભાવ વિરક્તનો સીધો અર્થ છે દરક સ્થિતિમા મસ્તી. આપણી જ સંબંધિત જે થઈ રહ્યુ છે તેને આપણે જ જોવા લાગીએ. આ સાક્ષી ભાવમા શરૂઆત થાય છે ભાવ વિરક્તિની. આનો સીધો અર્થ થાય છે કામ બધા કરવા, કાંઈ પણ છુટવુ ના જોઇએ પણ સંતુલન બનાવી રાખજો. આપણે ક્રિયાતો યોગની કરીએ છીએ પણ ઈરાદો ભોગનો હોય છે અને પછી સલવાય જઈએ છીએ. જેની અંદર ભાવ વિરક્તિ આવી જાય છે તે આવુ ક્યારેય નથી વિચારતો કે બધી સ્થિતિ મારા કારણે થાય છે અને મારા કરવાથી જ બધુ થઈ રહ્યુ છે. આસક્ત માણસ એવુ માને છે અને અશાંત થઈ જાય છે. એટલા માટે જે લોકો શાંતિની શોધમા છે તે સાક્ષી ભાવનો અર્થ સમજે અને તેના માધ્યમથી વ્યક્તિત્વમા ભાવ વિરક્તિ ઉતારવી. કેમ કે ભાવ વિરક્તિ સ્થિતિને વિચાર પ્રભાવિત કરે છે એટલા માટે વિચારોનુ નિયંત્રણ કરતા રહેવુ જોઇએ. વિચાર નિયંત્રણ રહેવાની સ્થિતિનુ નામ ધ્યાન છે.
ગતિ જ જીવન છે, અટકી જવું એ મોત છે..
બૌદ્ધ મઠ પાસેથી પસાર થઈ રહ્યો હતો તો ભિક્ષુ દ્વારા ગવાતી કવિતાના મધુર શબ્દો સાંભળીને મારા પગ રોકાઈ ગયા. ભિક્ષુ ગાઈ રહ્યો હતો કે પાણી મેલું શા માટે નથી હોતું? કેમ કે તે વહેતું રહે છે. પાણીના માર્ગમાં વિઘ્નો કેમ નથી આવતાં? કેમ કે તે વહેતું રહે છે. પાણીનું એક ટીપું ઝરણાથી ન્ નદીથી સમુદ્ર શા માટે બની જાય છે? કેમ કે તે વહેતું રહે છે. આથી હે મારા જીવન, તું રોકાય નહીં, વહેતું રહે, વહેતું રહે. ઘણા સમય સુધી હું અવાચક ઊભો રહ્યો. જ્યારે પાછો ફર્યો તો વહેતું પાણી હતો. આજે પણ વહેતું પાણી છું. હું દરેક જગ્યાએ જાઉં છું અને મારી ગતિ, જે કંઇ મારામાં બચ્યું છે, બધાને આપું છું, કેમ કે હું વહેતું પાણી છું. ગતિમાન છું. કથાનો સાર એ છે કે જીવનમાં કોઈ સમયે મળેલી નિષ્ફળતાથી નિરાશ થઈને નકારાત્મક વિચારોને તમારા પર હાવિ ના થવા દો. પરંતુ તેમાંથી પાઠ ભણીને બીજા કરતાં વધુ સારા લક્ષ્ય તરફ આગળ વધો, કેમકે ગતિ જ જીવન છે અને અટકી જવું મૃત્યુ.
મ્રુત્યુનો અર્થ છે મુક્ત થઈ જવુ..
વૈદિક કાળથી જ માનવ અને દૈત્યો દ્વારા મ્રુત્યુને જીતવા માટે કઠીન તપસ્યા કરીને ભગવાન પાસે અમરતા મેળવવાની ચેષ્ટા કરવામા આવી રહી છે. પરંતુ માનવ માટે આવુ આજ સુધી સંભવ બની નથી શક્યુ. જેણે જન્મ લીધો છે તેને મરવાનુ તો છે જ. બસ ફર્ક માત્ર એ જ છે કે કોઇ દીર્ઘાયુ છે તો કોઇ અલ્પાયુ. આ જ કારણે દરેક વ્યક્તિના મનમા મ્રુત્યુને લઈને ઘણી વાર પ્રશ્ન થાય છે.
પ્રાચિન કાળની જેમ જ આજે પણ વિજ્ઞાન મ્રુત્યુને જીતવા માટે ઘણ પ્રયોગ કરી રહ્યા છે. પરંતુ આપનુ આધુનિક વિજ્ઞાન પણ મ્રુત્યુને જીતવાના સંબંધમાં આજ સુધી કોઇ સફળતા મેળવી શક્યુ નથી. અહીંયા માત્રન બે જ સચ્ચાઈ છે જન્મ અને મ્રુત્યુ! જે જન્મેલો છે તેને મ્રુત્યુ પ્રાપ્ત થશે અને જે મ્રુત્યુને પ્રાપ્ત થયો છે તે પુનર્જન્મ જરૂર લેશે. ભગવાને આ જ બે અવસ્થાને પોતાની પાસે રાખી છે અને બાકી બધી સુખ-સુવિધાઓ માનવને પ્રાપ્ત છે.
મ્રુત્યુનો અર્થ છે મુક્ત થઈ જવુ... પરમ શાંતિને મેળવવી... બધા જ મોહ છોડી દેવા... મ્રુત્યુ આપણને ત્યાગ શીખડાવે છે કે મુક્ત થઈ જાવ બધા જ મોહથી, તમે તમારી સાથે કશુ પણ લઈ જવાના નથી...!
ભગવાન શ્રી ક્રુષ્ણએ મ્રુત્યુના સબંધમા જે કાંઈ પણ કહ્યુ છે તે સર્વવિદિત છે કે મ્રુત્યુ માત્ર આપણા શરીરનુ જ થાય છે, આત્માનુ નહી. આત્મા તો અજર, અમર છે. આત્મા ક્યારેય નથી મરતી, તે માત્ર કપડાની જેમ શરીર બદલે છે. મ્રુત્યુ આપણા જીવન રૂપી પરીક્ષાનુ પરિણામ છે. જો આપણે પરિણામ સારૂ ઈચ્છતા હોઇએ તો આપણે કર્મ પણ ધર્મના માર્ગ પર ચાલીને કરતા રહેવુ પડશે. ત્યારે આપણો અંત પણ સુખ આપવા વાળો થશે.
મૃત્યુ અને જીવનનું રહસ્ય
દુનિયાના દરેક મનુષ્યના મનમાં ક્યારેક તો એ પ્રશ્ન ઉદ્ભવે જ છે કે છેવટે મૃત્યુ અને જીવનનું રહસ્ય શું છે? જ્યારે પણ મનમાં મૃત્યુ વિષે વિચાર આવે છે કે કોઇ મૃત્યુ પામેવી વ્યક્તિને નીહાળીએ છીએ ત્યારે મન રોમાંચિત થઇ ઉઠે છે કે આખરે આ મૃત્યુ છે શું? શું થાય છે મૃત્યુ બાદ ?
મૃત્યુને લઇને વિશ્વભરમાં અલગ-અલગ પ્રકારની વાતો અને માન્યતાઓ પ્રચલિત છે. આમાંની મોટાભાગની માન્યતાઓ અને ધારણાઓ કાલ્પનિક હોય છે જેનો વાસ્તવિકતા સાથે કોઇ સંબંધ નથી હોતો.
પરંતુ સમયાંતરે આ દુનિયામાં કેટલાક એવા નરરત્નો, તત્વજ્ઞાનીઓ અને યોગીઓએ જન્મ લીધો છે જેમણે પોતાના જીવનકાળમાં આ મહત્વના રહસ્યને ઉકેલ્યું છે. આવા આત્મજ્ઞાની મહાપુરુષો સમાધિના ઉચ્ચતમ સ્તર પર પહોંચીને સમયના બંધનમાંથી મુક્ત બને છે અને એવી અવસ્થામાં પહોંચે છે કે જ્યાં સમયનો અવરોધ તેમને નડતો નથી.
અને માટે જ આ અવસ્થામાં પહોંચીને તે સરળતાથી જાણી શકે છે કે મૃત્યુ પહેલાનું જીવન શું હતું અને મૃત્યુ બાદ જીવનની ગતિ શું હશે.આવા જ મહાન સિદ્ધ યોગીઓનું સ્પષ્ટ કહેવું છે કે કાળની જેમ જ જીવન અનંત છે. જીવનનો ન તો ક્યારેય પ્રારંભ થાય છે કે ન ક્યારેય અંત. લોકો જેને મૃત્યુ કહે છે તે માત્ર શરીરનો અંત છે જે પ્રકૃતિના પાંચ તત્વો પૃથ્વી, વાયુ, જળ, અગ્નિ અને આકાશનું બનેલું હતું.