Monday, April 26, 2010

મૃત્યુ અને જીવનનું રહસ્ય .........

સમયાંતરે આ દુનિયામાં કેટલાક એવા નરરત્નો, તત્વજ્ઞાનીઓ અને યોગીઓએ જન્મ લીધો છે જેમણે પોતાના જીવનકાળમાં આ મહત્વના રહસ્યને ઉકેલ્યું છે. આવા આત્મજ્ઞાની મહાપુરુષો સમાધિના ઉચ્ચતમ સ્તર પર પહોંચીને સમયના બંધનમાંથી મુક્ત બને છે અને એવી અવસ્થામાં પહોંચે છે કે જ્યાં સમયનો અવરોધ તેમને નડતો નથી.



punarjanmaદુનિયાના દરેક મનુષ્યના મનમાં ક્યારેક તો એ પ્રશ્ન ઉદ્ભવે જ છે કે છેવટે મૃત્યુ અને જીવનનું રહસ્ય શું છે? જ્યારે પણ મનમાં મૃત્યુ વિષે વિચાર આવે છે કે કોઇ મૃત્યુ પામેવી વ્યક્તિને નીહાળીએ છીએ ત્યારે મન રોમાંચિત થઇ ઉઠે છે કે આખરે આ મૃત્યુ છે શું? શું થાય છે મૃત્યુ બાદ ?



મૃત્યુને લઇને વિશ્વભરમાં અલગ-અલગ પ્રકારની વાતો અને માન્યતાઓ પ્રચલિત છે. આમાંની મોટાભાગની માન્યતાઓ અને ધારણાઓ કાલ્પનિક હોય છે જેનો વાસ્તવિકતા સાથે કોઇ સંબંધ નથી હોતો.



પરંતુ સમયાંતરે આ દુનિયામાં કેટલાક એવા નરરત્નો, તત્વજ્ઞાનીઓ અને યોગીઓએ જન્મ લીધો છે જેમણે પોતાના જીવનકાળમાં આ મહત્વના રહસ્યને ઉકેલ્યું છે. આવા આત્મજ્ઞાની મહાપુરુષો સમાધિના ઉચ્ચતમ સ્તર પર પહોંચીને સમયના બંધનમાંથી મુક્ત બને છે અને એવી અવસ્થામાં પહોંચે છે કે જ્યાં સમયનો અવરોધ તેમને નડતો નથી.



અને માટે જ આ અવસ્થામાં પહોંચીને તે સરળતાથી જાણી શકે છે કે મૃત્યુ પહેલાનું જીવન શું હતું અને મૃત્યુ બાદ જીવનની ગતિ શું હશે.આવા જ મહાન સિદ્ધ યોગીઓનું સ્પષ્ટ કહેવું છે કે કાળની જેમ જ જીવન અનંત છે. જીવનનો ન તો ક્યારેય પ્રારંભ થાય છે કે ન ક્યારેય અંત. લોકો જેને મૃત્યુ કહે છે તે માત્ર શરીરનો અંત છે જે પ્રકૃતિના પાંચ તત્વો પૃથ્વી, વાયુ, જળ, અગ્નિ અને આકાશનું બનેલું હતું.


No comments: