Friday, April 29, 2011

ધન પ્રાપ્તિના અચૂક ઉપાય..

ધન પ્રાપ્તિના અચૂક ઉપાય

N.D
જીવનમાં ધન પ્રાપ્તિ ખૂબ જરૂરી છે. ધન ન હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ પણ બેઈમાની લાગે છે અને જો ધન છે તો દરેક દિવસ એક નવી ખુશી હોય છે. અનેક ધર્મ ગ્રંથોમાં પણ ધનના મહત્વનુ વર્ણન કરવામાં આવ્યુ છે. તંત્ર શાસ્ત્રના અંતર્ગત ઘણા એવા ઉપાય બતાવવામાં આવેલ છે. જેને કરવાથી ધનની ઈચ્છા પૂરી થાય છે અને જીવનમાં ફરી ક્યારેય ધનની કમી નથી આવતી.

ઉપાય

1. શનિવારના દિવસે પીપળનુ એક પાન તોડીને તેને ગંગાજળથી ધોઈને તેના પર હળદર અને દહીનુ મિશ્રણથી તમારા જમણા હાથની અનામિકા આંગળીથી હ્મીં લખો. ત્યારબાદ તેના પાનને અગરબત્તી-દિવો કરી તેને તમારા પર્સમાં રાખી લો. દરેક શનિવારે પૂજાની સાથે તે પાન બદલતા રહો. આ ઉપાય કરવાથી તમારુ પાકિટ ક્યારેય ધન થી ખાલી નથી રહેતુ. જુનુ પાન કોઈ પવિત્ર સ્થાન પર જ મુકો.

2. કાળા મરીના 5 દાણા તમારા માથા પરથી 7 વાર ઉતારીને 4 દાણા ચારેય દિશાઓમાં ફેંકો અને પાંચમો દાણાને આકાશ તરફ ઉછાળો. આ ટોટકો કરવાથી આકસ્મિકત ધન લાભ થાય છે.

3. અચાનક ધન પ્રાપ્તિ માટે સોમવારના દિવસે સ્મશાનમાં આવેલ મહાદેવ મંદિર જઈને દૂધમાં ચોખ્ખુ મધ નાખીને ચઢાવો.

4. જો ધન એકત્ર ન થઈ શકતુ હોય તો તિજોરીમાં લાલ વસ્ત્ર પાથરો.

5. તિજોરીમાં જેઠીમધનુ મૂળિયું મુકવાથી પણ ધનની પ્રાપ્તિ થાય છે.

6. જે ઘરમાં રોજ શ્રીસૂક્તનો પાઠ થાય છે, ત્યાં લક્ષ્મી જરૂર નિવાસ કરે છે.

જીવનની મુશ્કેલીઓ દૂર કરે છે કાચું દૂધ ...

જીવનની મુશ્કેલીઓ દૂર કરે છે કાચું દૂધ

N.D
સામાન્ય રીતે આપણને બધાને જીવનમાં ઘણી મુશ્ક્લીઓનો સામનો કરવો પડે છે, પરંતુ કેટલાક લોકોના જીવનમાં ઘણી મુસીબતો એક સાથે આવે છે. આ સમસ્યાઓને કારણે જીવન મુશ્કેલ બની જાય છે. આવા સમયે મનુષ્ય સુખ સમૃદ્ધિની કલ્પના પણ નથી કરી શકતુ. કેટલીક સમસ્યાઓ તો થોડા સમય માટે જ હોય છે જે આપમેળે જ સમાપ્ત થઈ જાય છે, પરંતુ કેટલીક મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થાય છે.

જો તમારી સાથે પણ આવુ જ થઈ રહ્યુ છે તો કોઈ સમસ્યા વારંવાર તમને સતાવી રહી છે, અને એ મુશ્કેલીનુ કોઈ નિરાકરણ નથી આવી રહ્યુ તો જ્યોતિષમાં એક નાનકડો પરંતુ યોગ્ય ઉપાય બતાવવામં આવ્યો છે. આને અપનાવવાથી થોડાક જ સમયમાં મુશ્કેલીઓનો પ્રભાવ ઓછો થવા માંડશે.

જો તમે એક સાથે ઘણી મુશ્કેલીઓથી ત્રસ્ત છો અને ઘણા પ્રયત્નો પછી પણ સફળતા નથી મળી રહી તો તમે ઘરની પાસે આવેલ કુવામાં કે અન્ય જળ સ્ત્રોતમાં કાચુ દૂધ નાખશો તો તમને ટૂંક સમયમાં જ લાભ મળશે.

આવુ કરવાથી નક્કી તમને લાભ મળશે. આ સાથે જ મુશ્કેલીઓને દૂર કરવામાં તમારા તરફથી બનતા પ્રત્યનો કરજો.

વેપારમાં નુકશાન થાય છે...કરો ઉપાય...

વેપારમાં નુકશાન થાય છે...કરો ઉપાય.

N.D
બિઝનેસમાં ઉતાર ચઢાવનો દોર ચાલે છે. ક્યારેય ફાયદો થાય છે તો ક્યારેક નુકશાન પણ. પરંતુ ઘણીવાર આવુ પણ હોય છે કે વેપારમાં સતત નુકશાન થતુ જાય છે. જેના કારણે વેપાર લગભગ બરબાદ થઈ જાય છે. જો તમારી સાથે પણ આવી જ પરેશાની છે તો નીચે લખેલ રામાયણની ચોપાઈનુ નિયમિત વિધિપૂર્વક જાપ કરવાથી તમારી સમસ્યા દૂર થઈ જશે અને બિઝનેસમાં સફળતા મળવા લાગશે.

ચોપાઈ - વિશ્વ ભરણ પોષણ કર જોઈ, તાકર નામ ભરત અસ હોઈ

જપ કરવાની વિધિ -

- સવારે જલ્દી ઉઠીને નાહીને, ચોખ્ખા વસ્ત્રો પહેરીને રામ દરબારની ફોટો લગાવીને ઘી નો દીવો અને એવી ધૂપ બત્તી અર્પિત કરો જે ઓછામાં ઓછી ત્રણ કલાક સળગે.

- ત્યારબાદ આ ચોપાઈનુ 1001વાર જપ કરો.

- જપ પૂરૂ થયા પછી ગાયને લીલું ઘાસ ખવડાવો

- આ ઉપાયને પૂર્ણ શ્રદ્ધાપૂર્વક કરવાથી બિઝનેસમાં સફળતા મળે છે.

- આ ચોપાઈને જપની સાથે દુકાન અથવા ઓફિસના મુખ્ય દરવાજા પર અશોક વૃક્ષના 9 પાન કાચા દોરામાં બાંધીને તોરણ જેવુ બાંધી દો. પાન સૂકાય જતા તેને બદલતા રહો તો વેપારમાં થઈ રહેલ નુકશાન થંભી જશે અને વેપરમાં ત્વરિત ઉન્નતિ થશે.

ગુજરાત ભારતનુ પ્રગતિશીલ રાજ્ય - ટાટા

ગુજરાત ભારતનુ પ્રગતિશીલ રાજ્ય - ટાટા

N.D
ટાટા સંસના ચેરમેન એંડ મેનેજિંગ ડિરેક્ટર રતન ટાટાએ જણાવ્યુ અહ્તુ કે કેટલાક વર્ષથી ગુજરાતનો વિકાસ નકશો બદલાય ગયો છે. તેનુ શ્રેય રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. ટાટા જૂથ રાજ્યમાં અંદાજે 30 હજાર કરોડના ટર્નઓવર સાથે 50 હજાર લોકોને રોજી પૂરી પાડે છે.

ગુજરાતને તેમણે દેશનુ અગ્રીમ પ્રગતિશીલ રાજ્ય ગણાવી રૂરલ ટ્રાંસપોર્ટ, સેનિટેશન વગેરે ક્ષેત્રે મૂડીરોકાણ કરવાની તત્પરતા વ્યક્ત કરી હતી. ઝી ગ્રુપના ચેરમેન સુભાષચંદ્રએ ગુજરાતની પ્રગતિને બેનમૂન ગણાવી સેફ્ટી એંડ ડેવલોપમેંટ ઉપરાંત પ્રાયમરી સ્કૂલના બાળકો માટે સ્કીલ ડેવલોપમેંટ વગેરે ક્ષેત્રે તેમના જૂથ દ્વારા મૂડી રોકાણની તત્પરતા વ્યક્ત કરી હતી.

ગોદરેજ ગ્રૂપના ચેરમેન આદિ ગોદરેજે રાજ્યમાં તેમના જૂથ વ્યવસાયની માહિતી આપી હતી અને ગુજરાતના આર્થિક વિકાસ માટે મુખ્યમંત્રીના દિર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનને બિરદાવ્યુ હતુ.

મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદે બ્લોક બાય બ્લોક, એક પછી એક પગલા લઈને ગુજારતાને વિકાસની નવી ઉંચાઈએ લઈ જઈ રહ્યા છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમભાઈ અદાણી પોતાના વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે અદાણી ગ્રૂપ આગામી વર્ષોમાં ઈંફાસ્ટ્રક્ચર અને પોર્ટ ડેવલોપમેંટ અને પાવર ક્ષેત્રે રૂ 80,000 કરોડનુ મૂડીરોકાણ કરશે. અદાણી ગ્રુપ દ્વારા મુદ્રા અને દહેજબંદરોનો પણ વધુ વિકાસ કરશે.