સાચો પ્રેમ....જે દરેક વખતે તમારો સાથ આપે
આજે અનેક લોકો સાચા પ્રેમની ડિંગો હાકે છે પરંતુ હકીકત તપાસીએ તો આપણને ખબર પડશે કે તે લોકો થોડી જ મુસીબત આવતાની સાથે જ પોતાની ફરજમાંથી મોં ફેરવી લે છે અને તે વખતે તેમના સાચા પ્રેમમાં કેટલી પોલમ-પોલ છે તે ખબર પડે છે.
એક વ્યક્તિએ પોતાના પરિવારની વિરુદ્ધ થઈ સુંદર છોકરી સાથે લગ્ન કર્યા અને દિવસ-રાત તેને ખુશ કરવામાં લાગી ગયો. એકવાર તે પત્નીની સાથે નૌકા વિહાર કરવા માટે ગયો હતો તે વખતે અચાનક તોફાન આવ્યું અને નાવ ડૂવલા લાગી. ત્યારે પત્નીને પરેશાન જોઈ તે કહેવા લાગ્યો ઘબરાઈશ નહીં હું તને ડૂબવા નહીં દઉં. અને પત્નીને પોતાના ખભા ઉપર બેસાડી તરવા લાગ્યો.ખૂબ જ તરવા છતાં કોઈ કિનારો ન આવ્યો અને તે યુવક પણ થાકી ગયો હતો ત્યારે તેના મનમાં સ્વાર્થ જાગવા લાગ્યો. તે પોતાની પત્નીને કહેવા લાગ્યો કે, જ્યાં સુધી મારામાં તાકાત હતી ત્યાં સુધી હું તેને બચાવી શક્યો. હવે હું થાકી ગયો છું અને જો હું તને આ જ રીતે લઈને તરતો રહ્યો તો હવે હું પણ ડૂબી જઈશ. હવે હું મારી જાનની પરવા કરીશ. કારણ કે હું જીવતો રહેશ તો બીજા લગ્ન પણ કરી શકીશ. આટલુ કહી તે પોતાની પત્નીને મઝધાર નદીની વચ્ચોવચ છોડીને ચાલ્યો ગયો.
કથાનો સાર એ છે કે, સાચા પ્રેમની ઓળખ કઠોર સમયમાં જ થાય છે. અને જે મુસિબતમાં સાથ આપે છે તે જ સાચો સાથી હોય છે.
Related Articles:
સુખી લગ્નજીવન માટે જરુરી છે પ્રેમ અને વિશ્વાસ
કુંડળીમાં પ્રેમ લગ્નનો યોગ કેવો હોય છે?
પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારશે-ફેંગશુઈ
પ્રેમ બદલી શકે છે જીવનની દિશા
આશ્ચર્યજનક પરિણામો આપે છે પ્રેમ
પતિ-પત્નીના સંબંધોમાં વધારો પ્રેમ અને માધુર્ય
source by :-divya bhaskar press