Monday, March 11, 2013
Friday, April 29, 2011
ધન પ્રાપ્તિના અચૂક ઉપાય..
ઉપાય
1. શનિવારના દિવસે પીપળનુ એક પાન તોડીને તેને ગંગાજળથી ધોઈને તેના પર હળદર અને દહીનુ મિશ્રણથી તમારા જમણા હાથની અનામિકા આંગળીથી હ્મીં લખો. ત્યારબાદ તેના પાનને અગરબત્તી-દિવો કરી તેને તમારા પર્સમાં રાખી લો. દરેક શનિવારે પૂજાની સાથે તે પાન બદલતા રહો. આ ઉપાય કરવાથી તમારુ પાકિટ ક્યારેય ધન થી ખાલી નથી રહેતુ. જુનુ પાન કોઈ પવિત્ર સ્થાન પર જ મુકો.
2. કાળા મરીના 5 દાણા તમારા માથા પરથી 7 વાર ઉતારીને 4 દાણા ચારેય દિશાઓમાં ફેંકો અને પાંચમો દાણાને આકાશ તરફ ઉછાળો. આ ટોટકો કરવાથી આકસ્મિકત ધન લાભ થાય છે.
3. અચાનક ધન પ્રાપ્તિ માટે સોમવારના દિવસે સ્મશાનમાં આવેલ મહાદેવ મંદિર જઈને દૂધમાં ચોખ્ખુ મધ નાખીને ચઢાવો.
4. જો ધન એકત્ર ન થઈ શકતુ હોય તો તિજોરીમાં લાલ વસ્ત્ર પાથરો.
5. તિજોરીમાં જેઠીમધનુ મૂળિયું મુકવાથી પણ ધનની પ્રાપ્તિ થાય છે.
6. જે ઘરમાં રોજ શ્રીસૂક્તનો પાઠ થાય છે, ત્યાં લક્ષ્મી જરૂર નિવાસ કરે છે.
જીવનની મુશ્કેલીઓ દૂર કરે છે કાચું દૂધ ...
જો તમારી સાથે પણ આવુ જ થઈ રહ્યુ છે તો કોઈ સમસ્યા વારંવાર તમને સતાવી રહી છે, અને એ મુશ્કેલીનુ કોઈ નિરાકરણ નથી આવી રહ્યુ તો જ્યોતિષમાં એક નાનકડો પરંતુ યોગ્ય ઉપાય બતાવવામં આવ્યો છે. આને અપનાવવાથી થોડાક જ સમયમાં મુશ્કેલીઓનો પ્રભાવ ઓછો થવા માંડશે.
જો તમે એક સાથે ઘણી મુશ્કેલીઓથી ત્રસ્ત છો અને ઘણા પ્રયત્નો પછી પણ સફળતા નથી મળી રહી તો તમે ઘરની પાસે આવેલ કુવામાં કે અન્ય જળ સ્ત્રોતમાં કાચુ દૂધ નાખશો તો તમને ટૂંક સમયમાં જ લાભ મળશે.
આવુ કરવાથી નક્કી તમને લાભ મળશે. આ સાથે જ મુશ્કેલીઓને દૂર કરવામાં તમારા તરફથી બનતા પ્રત્યનો કરજો.
વેપારમાં નુકશાન થાય છે...કરો ઉપાય...
ચોપાઈ - વિશ્વ ભરણ પોષણ કર જોઈ, તાકર નામ ભરત અસ હોઈ
જપ કરવાની વિધિ -
- સવારે જલ્દી ઉઠીને નાહીને, ચોખ્ખા વસ્ત્રો પહેરીને રામ દરબારની ફોટો લગાવીને ઘી નો દીવો અને એવી ધૂપ બત્તી અર્પિત કરો જે ઓછામાં ઓછી ત્રણ કલાક સળગે.
- ત્યારબાદ આ ચોપાઈનુ 1001વાર જપ કરો.
- જપ પૂરૂ થયા પછી ગાયને લીલું ઘાસ ખવડાવો
- આ ઉપાયને પૂર્ણ શ્રદ્ધાપૂર્વક કરવાથી બિઝનેસમાં સફળતા મળે છે.
- આ ચોપાઈને જપની સાથે દુકાન અથવા ઓફિસના મુખ્ય દરવાજા પર અશોક વૃક્ષના 9 પાન કાચા દોરામાં બાંધીને તોરણ જેવુ બાંધી દો. પાન સૂકાય જતા તેને બદલતા રહો તો વેપારમાં થઈ રહેલ નુકશાન થંભી જશે અને વેપરમાં ત્વરિત ઉન્નતિ થશે.
ગુજરાત ભારતનુ પ્રગતિશીલ રાજ્ય - ટાટા
ગુજરાતને તેમણે દેશનુ અગ્રીમ પ્રગતિશીલ રાજ્ય ગણાવી રૂરલ ટ્રાંસપોર્ટ, સેનિટેશન વગેરે ક્ષેત્રે મૂડીરોકાણ કરવાની તત્પરતા વ્યક્ત કરી હતી. ઝી ગ્રુપના ચેરમેન સુભાષચંદ્રએ ગુજરાતની પ્રગતિને બેનમૂન ગણાવી સેફ્ટી એંડ ડેવલોપમેંટ ઉપરાંત પ્રાયમરી સ્કૂલના બાળકો માટે સ્કીલ ડેવલોપમેંટ વગેરે ક્ષેત્રે તેમના જૂથ દ્વારા મૂડી રોકાણની તત્પરતા વ્યક્ત કરી હતી.
ગોદરેજ ગ્રૂપના ચેરમેન આદિ ગોદરેજે રાજ્યમાં તેમના જૂથ વ્યવસાયની માહિતી આપી હતી અને ગુજરાતના આર્થિક વિકાસ માટે મુખ્યમંત્રીના દિર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનને બિરદાવ્યુ હતુ.
મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદે બ્લોક બાય બ્લોક, એક પછી એક પગલા લઈને ગુજારતાને વિકાસની નવી ઉંચાઈએ લઈ જઈ રહ્યા છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમભાઈ અદાણી પોતાના વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે અદાણી ગ્રૂપ આગામી વર્ષોમાં ઈંફાસ્ટ્રક્ચર અને પોર્ટ ડેવલોપમેંટ અને પાવર ક્ષેત્રે રૂ 80,000 કરોડનુ મૂડીરોકાણ કરશે. અદાણી ગ્રુપ દ્વારા મુદ્રા અને દહેજબંદરોનો પણ વધુ વિકાસ કરશે.
Thursday, February 10, 2011
સાચો પ્રેમ....જે દરેક વખતે તમારો સાથ આપે............
સાચો પ્રેમ....જે દરેક વખતે તમારો સાથ આપે
આજે અનેક લોકો સાચા પ્રેમની ડિંગો હાકે છે પરંતુ હકીકત તપાસીએ તો આપણને ખબર પડશે કે તે લોકો થોડી જ મુસીબત આવતાની સાથે જ પોતાની ફરજમાંથી મોં ફેરવી લે છે અને તે વખતે તેમના સાચા પ્રેમમાં કેટલી પોલમ-પોલ છે તે ખબર પડે છે.
એક વ્યક્તિએ પોતાના પરિવારની વિરુદ્ધ થઈ સુંદર છોકરી સાથે લગ્ન કર્યા અને દિવસ-રાત તેને ખુશ કરવામાં લાગી ગયો. એકવાર તે પત્નીની સાથે નૌકા વિહાર કરવા માટે ગયો હતો તે વખતે અચાનક તોફાન આવ્યું અને નાવ ડૂવલા લાગી. ત્યારે પત્નીને પરેશાન જોઈ તે કહેવા લાગ્યો ઘબરાઈશ નહીં હું તને ડૂબવા નહીં દઉં. અને પત્નીને પોતાના ખભા ઉપર બેસાડી તરવા લાગ્યો.ખૂબ જ તરવા છતાં કોઈ કિનારો ન આવ્યો અને તે યુવક પણ થાકી ગયો હતો ત્યારે તેના મનમાં સ્વાર્થ જાગવા લાગ્યો. તે પોતાની પત્નીને કહેવા લાગ્યો કે, જ્યાં સુધી મારામાં તાકાત હતી ત્યાં સુધી હું તેને બચાવી શક્યો. હવે હું થાકી ગયો છું અને જો હું તને આ જ રીતે લઈને તરતો રહ્યો તો હવે હું પણ ડૂબી જઈશ. હવે હું મારી જાનની પરવા કરીશ. કારણ કે હું જીવતો રહેશ તો બીજા લગ્ન પણ કરી શકીશ. આટલુ કહી તે પોતાની પત્નીને મઝધાર નદીની વચ્ચોવચ છોડીને ચાલ્યો ગયો.
કથાનો સાર એ છે કે, સાચા પ્રેમની ઓળખ કઠોર સમયમાં જ થાય છે. અને જે મુસિબતમાં સાથ આપે છે તે જ સાચો સાથી હોય છે.
Related Articles:
સુખી લગ્નજીવન માટે જરુરી છે પ્રેમ અને વિશ્વાસ
કુંડળીમાં પ્રેમ લગ્નનો યોગ કેવો હોય છે?
પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારશે-ફેંગશુઈ
પ્રેમ બદલી શકે છે જીવનની દિશા
આશ્ચર્યજનક પરિણામો આપે છે પ્રેમ
પતિ-પત્નીના સંબંધોમાં વધારો પ્રેમ અને માધુર્ય
source by :-divya bhaskar press
વેલેન્ટાઇન-ડેઃ કયા લોકો ક્રેઝી હોય છે લવ મેરેજ માટે? ............
વેલેન્ટાઇન-ડેઃ કયા લોકો ક્રેઝી હોય છે લવ મેરેજ માટે?
આજના યુવાનો માટે લગ્ન પોતાની પસંદ-નાપસંદની બાબત છે. આજે મોટાભાગના યુવાનો પ્રેમલગ્ન ઉપર વધુ ભાર આપે છે. આજના શહેરી વિસ્તારોમાં તો મોટાભાગે લવ-મેરેજનું જ પ્રચલન વધી રહ્યું છે. આજના યુવાનો વધુ બોલ્ડ છે સાથે તમને એજ્યુકેશન અને મા-બાપ તરફથી મળતી છૂટ તેમને આ તરફ જવા માટે મોકળાશ પેદા કરે છે. એટલે તેઓ આસાનીથી વિજાતીય પાત્રો તરફ એટ્રેક્ટ થઈ જાય છે અને લગ્નની વાત આવતા તો લવમેજરની જ વાત કરે છે, પરંતુ દરેકની કુંડળીમાં પ્રેમલગ્ન યોગ હોય તે જરૂરી નથી. ઘણીવાર તેમને નિરાશા જ હાથ લાગતી હોય છે.
ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં એવી રાશિઓ છે જેમાં પ્રેમલગ્નની પ્રબળ સંભાવના હોય છે. કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને જ ભૌતિક સુખ અને વિવાહનો કારક ગ્રહ માનવામાં આવે છે.
વૃષભ રાશિ શુક્રદેવની રાશિ માનવામાં આવે છે અને આ રાશિવાળાઓ ચંદ્રમાનું શુભ ફળ પ્રાપ્ત કરે છે. કારણ કે તેમની રાશિમાં ચંદ્રમા પોતાની ઉચ્ચ સ્થિતિમાં હોય છે. ચંદ્રમા મનને પ્રભાવિત કરે છે અને શુક્રની રાશિમાં હોય તો મનપસંદ લગ્નને યોગ રચાય છે.
તુલા રાશિવાળાને પણ શુક્ર ખાસ અસર કરે છે કારણ કે તે શુક્રની રાશિ છે. તુલા રાશિવાળા સૌંદર્ય પ્રેમી અને રાજસિક જીવન જીવનાર હોય છે. એટલે આ રાશિવાળા પણ પ્રેમલગ્નમાં વિશ્વાસ કરે છે.
ધન રાશિના છોકરા અને છોકરીઓ પરંપરાઓમાં ઓછો વિશ્વાસ કરે છે. તેમને પારંપરિક લગ્ન અનુચિત અને વ્યર્થ લાગે છે. એવા લોકો હંમેશા નવું કરવામાં વિશ્વાસ રાખે છે. આ રાશિનો સ્વતંત્ર સ્વભાવ જ તેમને પરંપરાઓ- રિત-રિવાજો તોડવા માટે મજબૂર કરે છે. તેમનો આ સ્વભાવ તેમને લવ-મેરેજ તરફ લઈ જાય છે.
Related Articles:
વૃશ્ચિક રાશિનો પતિ છે? તો તેની સાથે કેવું રહેશે જીવન?
સિંહ રાશિ અને કુંભ રાશિનો મેળાપ કેવું ફળ આપશે?
શું ખરેખર રાશિ પણ કોઈ વ્યક્તિનો સ્વભાવ દર્શાવી શકે!
અત્યંત કામુક સ્વભાવ ધરાવે છે મિથુન રાશિના જાતક
વીંછીનો સ્વભાવ છે ડંખ મારવો અને આપણો...?
સ્વભાવ અને ચરિત્ર બદલી શકાતું નથી
શું તમારે જાણવો છે તમારી રાશિનો સ્વામીગ્રહ?
તમારો પરફેક્ટ વેલેન્ટાઇન કોણ બની શકે? જુઓ અંક જ્યોતિષ....
તમારો પરફેક્ટ વેલેન્ટાઇન કોણ બની શકે? જુઓ અંક જ્યોતિષ
ન્યૂમરોલોજી પ્રમાણે અંકોની આપણા જીવનમાં ખૂબ જ ઊંડી અસર પડતી હોય છે. અંક આપણા મન તથા મગજ ઉપર ખાસ અસર કરે છે. જીવનસાથી, પ્રેમ અને મિત્રતા જેવા સંબંધો ઉપર પણ અંક પોતાની અસર પાડે છે. આપણે કોને જીવનસાથી બનાવવા જોઈએ. દોસ્તી કોની સાથે ટકશે, પ્રેમમાં કંઈ વ્યક્તિ તમને સમર્પિત રહેશે? એવા પ્રશ્નોના જવાબ તમે અંક જ્યોતિષ દ્વારા મેળવી શકો છો. તમે માત્ર તમારા સાથીની જન્મ તારીખથી જ જાણી શકો છો કે તેમની સાથે તમારા સંબંધો કેવા ખાટા-મીઠા રહેશે. જાણો તમારા માટે કયા નંબરનો જીવન સાથી શ્રેષ્ઠ રહેશે.
અંક- 1-
આ અંકવાળાઓ માટે 2,10,7,16,25,11,20,28 કે 29 તારીખનો જન્મ હોય તો તેઓ સારા પ્રેમી સાબિત થાય છે.
અંક-2-
આ અંક ચંદ્રમાનો અંક માનવામાં આવે છે. આ નંબરવાળા માટે 2,11,7,16,1,10,4,13 આ તારીખે જન્મેલા લોકો ભાગ્યશાળી માનવામાં આવેછે.
અંક-3-
કોઈ પણ મહિનાની 3,12,15,18,9,27,24,6,9,તારીખે જન્મેલા લોકો સૌથી સારા પ્રેમી સાબિત થઈ શકે છે.
અંક-4-
1, 2, 7, 8,11,16,17,26,25, આમાંથી કોઈપણ તારીખે જન્મ લેનાર લોકો અંક 4 વાળા માટે ઉત્તમ પ્રેમી સાબિત થાય છે.
અંક-5-
5,14, 15,16,11, 23, 6, 2, વગેરે તારીખે જન્મ લેનાર લોકો જ નંબર 5 વાળી વ્યક્તિ માટે શુભ અને સારા જીવનસાથીના રૂપમાં ઉપયુક્ત હોય છે.
અંક-6-
આ નંબરવાળા માટે 6,15,12,3,18 9,27 આમાંથી કોઈપણ દિવસે જન્મેલા લોકો આ નંબરના લોકો સાથે પરફેક્ટ વેલેન્ટાઇન સાબિત થાય છે.
અંક-7-
અંક 7 વાળા લોકો માટે 1, 2, 4, 7,10,11,16,13 તારીખે જન્મેલા લોકો જ સારા જીવનસાથી બની શકે છે.
અંક-8-
શનિનો અંક 8 વાળા માટે 2, 4, 8,11,13,16,26,17, આ દિવસે જન્મેલા વ્યક્તિ સારા જીવનસાથી બની શકે છે.
અંક-9-
આ નંબર મંગળનો છે એટલે આ નંબરવાળા સાચા જીવનસાથી તરીકે 3, 6, 9,15,12,27,18 વગેરે તારીખે જન્મેલા હોય તો વધુ સારા પ્રેમી અને સારા જીવનસાથી બની શકે છે.
Related Articles:
વેલેન્ટાઇન-ડેઃ કયા લોકો ક્રેઝી હોય છે લવ મેરેજ માટે?
તમારો વેલેન્ટાઇન, મોહિત થઈ જશે જો તમારા કપડાંનો રંગ...
બેજવાબદાર પ્રેમી હોય છે એ લોકો..
તુલા રાશિવાળા પ્રેમી પણ ગુસ્સાવાળા !!
પ્રેમી છોડી દેશે કે ભુલી જશે તો
અંક પ્રમાણે કયો રત્ન છે...તમારી માટે લકી?
અંક પ્રમાણે કયાં રંગના કપડાં છે, આપના માટે લકી!?
બીજાને ખુશી આપનારા હોય છે અંક 3 ધરાવનારા
source by :- divya bhaskar press
Monday, January 31, 2011
મારકણા બાળકની મોકાણ શી રીતે વારશો તોફાની-ધાંધલિયાં-ચીડિયાં ભૂલકાંને?
| |||
|
આજ નું ઔષધ
કબજિયાત શી રીતે દૂર થાય ? ખોરાક જ્યારે પેટમાં જાય ત્યારે હોજરીથી શરૃ કરી મળદ્વાર સુધીની માસપેશીઓમાં એક પ્રકારના તાલબદ્ધ સંકોચનની ક્રિયા થાય છે. જેને આકુંચન લહીર (Peristalsis) કહેવાય. જેનાં કારણે પાચનક્રિયાના ભાગરૃપે ખોરાક નાના આંતરડામાં જાય. સાથે-સાથે મોટાં આંતરડામાં પડયો રહેલો મળ કે કચરો પણ સરકીને નીચે ઊતરે. આ ક્રિયાનું સંવેદન જ્ઞાાનતંતુ (Nerves) થકી થતાં માણસને હાજત જવાની ઈચ્છા થાય. અને જો આ આખી ક્રિયા બરાબર રીતે ન થાય તો, પેટ પૂરતું સાફ ન આવે. મળ પડયો રહી, સૂકાઈને ગંઠાઈ જાય. પેટમાં ચૂંક આવે, બેચેની રહે. ખૂબ જોર કરવા છતાં પણ મળ અટકી રહે. આ સ્તિતિ એટલે કબજિયાત. (constipation). |
પરણવા પહેલાં જ ‘પરણનાર’નો પૂરો પરિચય મેળવવા શું કરવું?
|
પીડાદાયક રતિક્રીડાનું ટેન્શન..........
થોડી સાવચેતી રાખવાથી અને યોગ્ય તબીબી સલાહથી આવી સમસ્યાથી કાયમ માટે છુટકારો મેળવી શકાય છે | |||
|
મુરતિયો શોધવામાં રખવાયા થશો નહીં.......
બાંધછોડના બહાને વહાલસોયીને દોઝખમાં ધકેલવી નહીં | |||
|
અતીન્દ્રિય શક્તિનું વૈજ્ઞાનિક રૂપ ટેલિપથી.........
| |||
|